JW subtitle extractor

ઈસુના મરણને યાદ કરીએ

Video Other languages Share text Share link Show times

એવી દુનિયાનો વિચાર કરો, જ્યાં બધે જ શાંતિ હોય
તકલીફો ન હોય
બધા માટે ભરપૂર ખોરાક હોય
અને તંદુરસ્ત જીવન હોય.
પણ એવું સુંદર ભાવિ કઈ રીતે શક્ય છે?
ઈસુએ આપણા માટે જે કર્યું એના દ્વારા.
તે ધરતી પર એક મકસદથી આવ્યા હતા.
તેમણે બીજાઓ માટે પોતાનો જીવ આપી દીધો.
પોતાના મરણની આગલી રાતે તેમણે જણાવ્યું કે
તેમના બલિદાનને યાદ કરવામાં આવે.
તેમણે કહ્યું હતું: “મારી યાદગીરીમાં આ કરો.”
ઈસુના મરણ દિવસે દુનિયા ફરતે લોકો તેમને યાદ કરવા ભેગા થશે.
ઈસુના મરણના સ્મરણપ્રસંગમાં આવવા,
યહોવાના સાક્ષીઓ તમને અને તમારા કુટુંબને આમંત્રણ આપે છે.
એ સભામાં તમને જાણવા મળશે કે
તેમનું બલિદાન શા માટે ખૂબ મહત્ત્વનું છે
અને તેમણે આપેલાં વચનો કઈ રીતે તમને અસર કરે છે.
એ સભા ક્યાં છે એ જાણવા યહોવાના સાક્ષીઓ પાસેથી આમંત્રણ પત્રિકા સ્વીકારો
અથવા jw.org પર જઈને સભાનું સ્થળ જાણવા ફોર્મ ભરો.