JW subtitle extractor

સપનાઓની દુનિયા

Video Other languages Share text Share link Show times

ગરીબી ભલે નડે છે
ને રોટલો તો માંડ મળે છે
બંધ આંખોથી જોઈ શકું છું
સુંદર સપનું એક દુન્યાનું
સપનાઓની દુન્યા આ ધરતી પર
બસ આવશે આંખોના પલકારામાં
નથી ગરીબ કોઈ કે નથી કોઈ ભૂખ્યા
નાચો ગાઓ જિંદગી આખી હવે તહેવાર છે
તાજગી ઝાકળ જેવી ચારેકોર
ને સંભળાય છે ખુશીનો શોર
નવીનક્કોર કરી ધરતી
સૂરજ ઊગે રોજ સોનેરી
સપનાઓની દુન્યા આ ધરતી પર
બસ આવશે આંખોના પલકારામાં
નથી ગરીબ કોઈ કે નથી કોઈ ભૂખ્યા
નાચો ગાઓ જિંદગી આખી હવે તે’વાર છે
ભલે આજે ના ચાલી શકું હું
સાઇકલ ચલાવવાનું છે સપનું
સપનાઓની દુન્યા આ ધરતી પર
બસ આવશે આંખોના પલકારામાં
ઊઠી છે ઉમંગો ને જાગી છે સવાર
હવે મારી ખુશી છે અપાર
સપનાઓની દુન્યા આ ધરતી પર
બસ આવશે આંખોના પલકારામાં
નથી ગરીબ કોઈ કે નથી કોઈ ભૂખ્યા
જિંદગી આખી હવે તહેવાર છે