JW subtitle extractor

યહોવા, તું હિંમત આપ!

Video Other languages Share text Share link Show times

ડર મારા પર હાવી
શંકા ઘણી મનમાં
ના કોઈ રસ્તો મને સૂઝે
અંધકાર છે જીવનમાં
જીવન નથી આસાન
પણ જાણું હું તને
તું સાથ આપશે, તું છોડાવશે
હરાવે કોણ મને?
યહોવા, અડગ શ્રદ્ધા આપ
ડગું કદી ના હું
આખું જગ ઊભું મારી સામે
પણ મારી પડખે તું
હિંમત, આપ તું મને
હિંમતથી દિલ ભરું
યહોવા, તું હિંમત આપ
આ જગથી ના ડરું
માટીનો હું માણસ
આજે છું કાલ નથી
તું છે ખડક ને સહારો
આપ તું મને શક્તિ
હિંમત જો તું આપે
એક વાતની છે ખબર
રોકી ના શકે મને કોઈ
જેલ, સાંકળ કે કબર
યહોવા, અડગ શ્રદ્ધા આપ
ડગું કદી ના હું
આખું જગ ઊભું મારી સામે
પણ મારી પડખે તું
હિંમત, આપ તું મને
હિંમતથી દિલ ભરું
યહોવા, તું હિંમત આપ
આ જગથી ના ડરું
યહોવા, અડગ શ્રદ્ધા આપ
ડગું કદી ના હું
આખું જગ ઊભું મારી સામે
પણ મારી પડખે તું
હિંમત, આપ તું મને
હિંમતથી દિલ ભરું
યહોવા, તું હિંમત આપ
આ જગથી ના ડરું
યહોવા, તું હિંમત આપ
આ જગથી ના ડરું